ઈટાલીમાં કોરોનાથી હજારોના મોત, પણ એક ગામ એવું જ્યાં કોરોના પ્રવેશ્યો સુદ્ધા નથી
કોરોના વાયરસ કોવિડ-19ના કારણે ઈટાલીમાં લગભગ 13 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. એક લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સમગ્ર ઈટાલી હેરાન પરેશાન છે. ચિકિત્સા વ્યવસ્થા અને સરકાર હલી ગયા છે. ડોક્ટરોના મોત થઈ રહ્યાં છે. દરરોજ સેંકડો લોકોના જીવ જાય છે. પરંતુ આ બધા વચ્ચે ઈટાલીનું એક ગામ એવું પણ છે જ્યાં કોરોના વાયરસ હજુ પહોંચ્યો નથી. અહીંના તમામ લોકો સુરક્ષિત છે.
Trending Photos
નવી દિલ્હી: ચીનના વુહાનથી પેદા થયેલા કોરોના વાયરસે યુરોપીન દેશોમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ઈટાલીના તો હાલહવાલ થઈ ગયા છે. કોરોના વાયરસ કોવિડ-19ના કારણે ઈટાલીમાં લગભગ 13 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. એક લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. સમગ્ર ઈટાલી હેરાન પરેશાન છે. ચિકિત્સા વ્યવસ્થા અને સરકાર હલી ગયા છે. ડોક્ટરોના મોત થઈ રહ્યાં છે. દરરોજ સેંકડો લોકોના જીવ જાય છે. પરંતુ આ બધા વચ્ચે ઈટાલીનું એક ગામ એવું પણ છે જ્યાં કોરોના વાયરસ હજુ પહોંચ્યો નથી. અહીંના તમામ લોકો સુરક્ષિત છે.
આ જગ્યાનું નામ છે મોન્તાલ્દો તોરીનીઝ (Montaldo Torinese). આ એક એવું ગામ છે જે ઈટાલીના પૂર્વ વિસ્તાર પિયોદમોન્ટના તુરીન શહેરની હદમાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અહીંના લોકોનું માનવું છે કે આ ગામના ચોખ્ખા પાણી અને હવાના કારણે અહીં સુધી કોરોના પહોંચ્યો નથી.
લોકોનું કહેવું છે કે આ ગામનું પાણી જાદુઈ છે. આથી હજુ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ પાણીના કારણે સન 1800માં નેપોલીયન બોનાપાર્ટના સૈનિકોને થયેલો ન્યુમોનિયા ઠીક થયો હતો. નેપોલિયનની સેનાએ અહીં 1800ના જૂન મહિનામાં કેમ્પ લગાવ્યો હતો.
મોન્તાલ્દો તોરીનીઝ ગામ તુરીન શહેરથી લગભગ 20 કિમી દૂર છે. ચોંકાવનારી વાત એ છે કે તુરીન શહેરમાં કોરોનાના 3600થી વધુ કેસ સામે આવ્યાં છે. પિયોદમોન્ટની હાલત ખરાબ છે. અહીં 8200થી વધુ લોકો કોરોના વાયરસની ચપેટમાં છે. પરંતુ મોન્તાલ્દો તોરીનીઝમાં કોઈ કેસ નોંધાયો નથી.
તુરીન શહેરની હદમાં આવતા મોન્તાલ્દે તોરીનીઝમાં કોરોનાનો એક પણ કેસ નથી. એવી વાર્તાઓ પ્રચલિત છે કે આ ગામના કૂવાઓમાંથી નીકળતા પાણીથી નેપોલિનના સૈનિકો ન્યુમોનિયામાંથી સાજા થયા હતાં. અહીંની સુંદરતા અદભૂત છે.
પિયોદમોન્ટના મેયર સર્ગેઈ ગિયોતીએ જણાવ્યું કે મોન્તાલ્દો તોરીનીઝની ચોખ્ખી હવા અને કૂવાના પાણીના કારણે નેપોલિયનની સેના સાજી થઈ હતી. બની શકે કે આ કૂવાના પાણીના કારણે અહીંના લોકો હજુ પણ કોરોનાથી સુરક્ષિત છે.
સર્ગેઈએ જણાવ્યું કે આ ગામના અનેક લોકો તુરીન શહેર જાય છે. તુરીનમાં કોરોનાનું સંક્રમણ વધુ છે. પરંતુ આ ગામના લોકો ત્યાંથી પાછા આવ્યાં બાદ પણ સ્વસ્થ છે. તેમને કોઈ પણ પ્રકારનો ચેપ નથી.
જુઓ LIVE TV
જો કે આમ છતાં મોન્તાલ્દો તોરીનીઝ ગામમાં મેયર સર્ગેઈએ માસ્ક અને સેનેટાઈઝર વહેંચ્યા છે. કોરોના વાયરસ અંગે લોકોને માહિતગાર કર્યા છે જેથી કરીને લોકો આ મહામારી અંગે જાગૃત થાય.
મોન્તાલ્દો તોરીનીઝ ગામમાં કુલ 720 લોકો રહે છે. સર્ગેઈએ જણાવ્યું કે અહીંના લોકોની જીવનશૈલી ખુબ સામાન્ય અને સ્વાસ્થ્યમંદ છે. અહીંના લોકો કોઈ પણ પ્રકારની ગંદકી સાથે સમાધાન કરતા નથી. પછી ભલે તે પોતાની હોય કે ગામની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે